શુક્રવાર, 28 જુલાઈ, 2017

કેવી રીતે અમલમાં આવશે આ કિસાન સંઘ ?


 ખેડૂત મજબૂત તો દેશ મજબૂત

1.      આ બ્લોગમાં આપેલા સર્વે ફોર્મ દ્વારા મળેલ નામોની યાદી બનતી રહેશે.

2.      ફોન દ્વારા કે રૂબરૂ મુલાકાત લઇ અન્ય સેવાભાવી ખેડૂત કાર્યકરોની યાદી મંગાવી આ યાદીમાં ઉમેરવામાં આવશે.

3.      આવા સેવાભાવી કાર્યકરોની યાદી બ્લોગ પર મૂકવામાં આવશે.

4.      સંઘનું જરૂરી સાહિત્ય, પહોંચબુકો, સૂચિત બંધારણ, જાહેર પત્રિકાઓ છાપવામાં આવશે.


5.      એક પછી એક જિલ્લાવાર અગ્રણી દૈનિકપત્રોમાં સંઘની જાહેરાત આપવામાં આવશે.એક-બે જિલ્લાઓમાં કામગિરી શરૂ કર્યા બાદ જ બીજા જિલ્લાઓમાં જાહેરાત અપાશે.

6.      સ્થાનિક, તાલુકા, જિલ્લા કક્ષાએ જવાબદારી નિભાવી શકે તેવા કાર્યકરોની પસંદગી કરી તેઓને સાહિત્ય તેમજ કામગિરી અને જવાબદારી સોંપાશે.

7.      સૌ પ્રથમ સક્રીય સભ્યો બની શકે તેવા સેવાભાવી ખેડૂત ભાઇ-બહેનોની પસંદગી કરવામાં આવશે જેઓ સામાન્ય સભ્યોની નોંધણી કરશે અને સ્થાનિક કારોબારીની રચના કરી તાલુકા કક્ષાએ મોકલશે.

8.      તાલુકાની માહિતી જિલ્લા કક્ષાએ મોકલવાની રહેશે. જિલ્લામાં આવેલી માહિતી ક્યાં મોકલવી તેની તેઓને જાણ કરાશે.

9.      તાલુકા કક્ષાએ અને જિલ્લા કક્ષાએ જવાબદારી સોંપવામાં આવેલ કાર્યકરો તેમના વિસ્તારમાં જશે કે પ્રતિનિધિઓને મળશે અને સંઘનો પ્રચાર-પ્રસાર કરશે અને આવેલ સભ્ય ફીનું કલેકશન કરશે.

10.  ત્યારબાદ સેવાભાવી સક્રીય કાર્યકરોનો સંપર્ક કરી સભ્યોની નોંધણી કરવાની શરૂઆતને વેગ આપવામાં આવશે અને જાહેર પત્રિકા દ્વારા ગામોમાં વસતા ખેડૂતોને સંઘ વિશે જાણ કરવામાં આવશે.

11.  આપણા બંધારણ અનુસાર સક્રીય સભ્યો (ઓછામાં ઓછા ૫૦ સામાન્ય સભ્યો નોંધનાર) કે આજીવન સભ્યો (રૂ।. ૧૧૦૦૦/- સભ્ય ફી આપનાર) તાલુકા, જિલ્લા અને રાજ્યની કારોબારીમાં સ્થાન મેળવી શકવાની લાયકાત ધરાવશે.

12.  સંઘ ૧૦૦/- રૂપિયાથી માંડીને ગમે તેટલી રકમનું દાન-સહાય સ્વીકારશે.જો દાન આપનાર ખેડૂત હશે તો તેમને સંઘના સભ્ય પણ બનાવાશે.સંઘને રૂ।. ૧૫૦૦૦/- કે તેથી વધુ દાન કરનારને સંઘની જનરલ સભામાં સન્માનિત કરવામાં આવશે.

13.  સામાન્ય સભ્ય થવા માટે જે તે ખેડૂતે રૂ।. ૧૦/- સભ્ય ફી આપવાની રહેશે. જે ત્રણ વર્ષ સુધી માન્ય ગણાશે.એક જ પરિવારના બધા સભ્યો પણ બંધારણ અનુસાર લાયકાત ધરાવતા હોય તો ત્રિવાર્ષિક ફી ભરીને સંઘના સામાન્ય સભ્ય બની શકે છે.

14.  હાલ  જે સામાન્ય સભ્યો નોંધાશે તેમનાં ત્રણ વર્ષની મુદત સંઘનું રજીસ્ટ્રેશન થયા તારીખ પછીથી ત્રણ વર્ષ સુધી ગણાશે.

15.  અપેક્ષિત સભ્યો નોંધાયા બાદ સંઘની જનરલ સભા બોલાવવામાં આવશે.જેમાં સંઘનું બંધારણ મંજૂર કરી સંઘની નોંધણીની કાર્યવાહી કરવામાં આવશે.

16.  જે જે તાલુકાઓ કે જિલ્લાઓની કામગિરી શરૂ થશે તેમ તેમ તે તાલુકાઓ અને જિલ્લાઓની કારોબારીઓ અને હોદ્દેદારોની પસંદગી કરવામાં આવશે અને કામગિરી સોંપાશે.

17.  જનરલ સભા મળ્યા પહેલાં રાજ્યની પ્રથમ કારોબારીની રચના અને હોદ્દેદારોની પસંદગી કરવામાં આવશે.જેમાં દરેક જિલ્લાને પ્રતિનિધિત્વ મળે તે જોવામાં આવશે.જે જિલ્લાઓની સભ્યો નોંધવાની કામગિરી શરૂ થયેલ ન હોય તે જિલ્લાઓની રાજ્યની કારોબારીની બેઠકો ખાલી રખાશે.જે કામગિરી શરૂ થયા બાદ ભરવામાં આવશે.

18.  સભ્યો નોંધવાની કામગિરી આખા વર્ષ દરમિયાન ચાલુ રહેશે.

19.  જનરલ સભાનો એજન્ડા ૩૦ દિવસ અગાઉ આ બ્લોગ પર મૂકાશે તેમજ સક્રીય સભ્યોને તેની નકલો મોકલાશે જે સ્થાનિક કક્ષાના હોદ્દેદારોને મોકલશે.જેમણે નોંધાયેલા તમામ સામાન્ય સભ્યો અને અન્ય ખેડૂતોને જાણ કરવાની રહેશે.

20.   હાલ સંઘની તમામ કામગિરી અને પત્ર વ્યવહાર બ્લોગમાં આપેલા ફોર્મ, સંઘના ઇમેઇલ અને મોબાઇલ નંબર દ્વારા જ થશે.

21.  જ્યારે સંઘનું સાહિત્ય છપાશે ત્યારે તે તમામ સાહિત્યની કોપી આ બ્લોગ પર મૂકવામાં આવશે.જેથી સંઘના સાહિત્ય વિશે જાણકારી મળી શકે.

22.  સામાન્ય સભ્યોની નોધણી શરૂ કરાશે ત્યારે બ્લોગ પર તેની જાણ કરાશે.

23.  તાલુકા કે જિલ્લામાં નીમેલા કાર્યકરોના નામ,સરનામાં અને તેમના સંપર્ક નંબરોની યાદી પણ બ્લોગ પર મૂકાશે.

24.  તાલુકા કે જિલ્લાવાર નોંધાયેલા સામાન્ય સભ્યોની યાદી મળતાં તેની કુલ સંખ્યા બ્લોગ પર મૂકાશે અને અપડેટ કરાશે. આજીવન સભ્યો અને દાતાઓનાં નામ પણ બ્લોગ પર મૂકાશે.

25.   સભ્ય ફીનું કલેકશન થયા બાદ આવેલ કુલ સભ્ય ફી અને મળેલ દાન-સહાય વગેરેની વિગતો બ્લોગ પર મૂકાશે. તેમજ હાલ પૂરતી સભ્ય ફીની આવક કે બીજી આવક બેન્કમાં ખાતુ ખોલાવી મૂકવામાં આવશે. જેનો હિસાબ પણ બ્લોગ પર મૂકવામાં આવશે.જેથી નાણાંકીય વ્યવહારના આવક-ઉપાડની રકમ જાણી શકાશે.

26.  સંઘ રજીસ્ટ્રર થયા પછી સંઘનો તમામ હિસાબ બ્લોગ પર જાહેર કરાશે.

27.  આપ પણ આ સેવાયજ્ઞમાં જોડાઓ અને સંઘને મદદરૂપ થાઓ.ખેડૂત સમાજના આશીર્વાદ આપની સાથે જ છે.

           હું શ્રી હરિભાઇ દિનાભાઇ પટેલ, ઉંમર-૫૮ વર્ષ,ધંધો. ખેતી, ગામ. અણીયોડ, તાલુકો. તલોદ, જિલ્લો. સાબરકાંઠા, પીન.૩૮૩૩૦૫, મુખ્ય પ્રયોજક, ગુર્જર કિસાન સંઘ, ગુજરાત આજરોજ ઇશ્વરની સાક્ષીએ ઇશ્વરના સોગંદ લઇ જાહેર કરું છું કે હાલ હું કોઇપણ રાજકીય પાર્ટીનો સભ્ય નથી.હું મારા જાહેર જીવનમાં કોઇ દિવસ કોઇની પાસેથી લાંચ કે રૂશ્વત લીધેલ નથી.સેવાભાવથી જ કામ કરેલ છે.મારી નોકરી દરમિયાન પણ હું હોદ્દાઓ પર રહ્યો છું.આજદિન સુધી મારા પર કોઇ કલંક લાગેલ નથી. સેવા,સાદગી અને સ્વચ્છ નાણાંકીય વ્યવહાર એ મારા જીવનનો મંત્ર રહ્યો છે.હું હમેશા સાચુ બોલું છું. સંઘની કામગિરી સંપૂર્ણ નિષ્ઠાથી અને પ્રામાણિકપણે નિભાવીશ તેની અત્રે આપ સૌને ખાત્રી આપું છું.

                            આપનો શુભચ્છક , હરિભાઇ પટેલ

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

અગત્યની પોસ્ટ વાંચો

ખેડૂતોને એક પત્ર

ગુર્જર કિસાન સંઘ બ્લોગ શરૂ કર્યા તારીખ

૧૮ મી જુલાઇ,૨૦૧૭ ને મંગળવાર

ગુર્જર કિસાન સંઘ ગુજરાતના ફ્લેગવાર મુલાકાતીઓ

Flag Counter