સંઘનું બંધારણ



ગુર્જર કિસાન સંઘ (ગુજરાત રાજ્ય)
બંધારણ
(આ બંધારણ આખરી નથી.પ્રાયોગિક રીતે મૂકી રહ્યો છું.હજુ ખેડૂત મિત્રોના સૂચનો આવ્યા બાદ તેમાં સુધારા-વધારા થશે.આખરી બંધારણ તૈયાર થશે ત્યારે જાણ કરાશે.જે બંધારણ સંઘની જનરલ સભામાં મંજૂર થશે તે આખરી ગણાશે.)
૧. સંસ્થાનું નામ : આ સંસ્થાનું નામ ગુર્જર કિસાન સંઘ રહેશે.
૨. સંસ્થાનું સ્થળ: આ સંસ્થાનું મુખ્ય સ્થળ તલોદ રહેશે.(હાલનું)
૩. સંસ્થાનું સરનામું : (હાલનું સરનામું) મુ.પો.તા. તલોદ, જિલ્લો: સાબરકાંઠા, ગુજરાત રાજ્ય-૩૮૩૩૧૫ રહેશે.(હાલ પૂરતું જ) સૂચના : હાલ કોઇ પત્રવ્યવહાર કરવો નહીં.
૪. સંસ્થાની સ્થાપના : જે તે દિવસે જનરલ સભા મળશે તે દિવસ ગણવામાં આવશે)
૫. સંસ્થાનું કાર્યક્ષેત્ર: આ સંસ્થાનું કાર્યક્ષેત્ર ગુજરાત રાજ્યલક્ષી રહેશે.
૬. સંસ્થાના હેતુઓ:
  1. જાતિ,ધર્મ કે કોમના ભેદભાવ સિવાય નૈતિક અને ચારિત્રવાન કિસાન કાર્યકરો તૈયાર કરવા.
  2. કિસાનોનું હિત જાળવવું.
  3. કિસાનોની સમસ્યાઓ જાણવી.
  4. કિસાનોની સમસ્યાઓ દૂર કરવા પ્રયત્નો કરવા
  5. કિસાનોની સમસ્યાઓ અને પ્રશ્નોની સબંધિત ખાતાંઓ, કચેરીઓ કે સરકાર અમક્ષ રજૂઆતો કરવી.
  6. કિસાનોની વ્યાજબી સમસ્યાઓ કે પ્રશ્નોનું યોગ્ય નિરાકારણ ન આવે અને કોઇ બાબતે કિસાનોનું અહિત થતું હોય તેવું જણાય તો ગાંધી ચિંધ્યા માર્ગે જાહેર જનતા કે સરકારી કે કોઇપણ જાહેર મિલ્કતોને નુકસાન કે અ‍ડચણ ન થાય તે રીતે અહિંસાત્મક આંદોલનો કરવાં,કાર્યક્રમો યોજવા તેમજ  કિસાનો માટે આવાં કામો કરતી સંસ્થાઓને ટેકો આપવો કે ટેકો લેવો.
  7. કિસાનોને ખેતી અને પશુપાલન વિષયક અદ્યતન જાણકારી આપવી.
  8. કિસાનોને કિસાનોને લગતા કાયદાઓની જાણકારી અને સમજ આપવી.
  9. કિસાનોને ખેતી અને પશુપાલનને લગતી વિવિધ સહાયક યોજનાઓની જાણકારી આપવી.
  10. કિસાનોને કાયદાકીય મદદ કરવી.
  11. કિસાન ઉપયોગી કાર્યશિબીરો અને સભાઓ યોજવી.
  12. આપત્તિના સમયમાં ગરીબ કિસાનોને મદદ કરવી.આ માટે અલગ ભંડોળ એકઠું કરવું.
  13. કિસાનોનાં સંતાનોને વિશેષ શિક્ષણ મળે તેવી સુવિધાઓ અને પ્રવૃત્તિઓ કરવી.
  14. સંસ્થાના હેતુઓ સિદ્ધ કરવા તેમજ તેના વિકાસ માટે કોઇપણ ફંડ કે ખાનગી એકમો પાસેથી સહાય મેળવવી.
  15. ગુર્જર કિસાન સંઘના ઉપર જણાવેલ હેતુઓના પ્રચાર-પ્રસાર માટે કાર્યકરો તૈયાર કરવા, રોકવા, નિભાવવા, વખતોવખત નિવેદનો, પત્રકો અને જરૂર પડે જરૂરી સાહિત્ય અને સામયિકો વગેરે પ્રકાશિત કરવાં અને કરાવવાં.
  16. આ મંડળના હેતુઓ સિદ્ધ કરવા કે કિસાનોના હિત માટે અન્ય મંડળો કે એસોશિયનો સાથે જોડાવું.
૭. માલમિલ્કત: સંસ્થા પોતાના અર્થતંત્રને નીચેના જેવા સાધનો દ્વારા ઊભું કરશે.
  1. સભ્ય ફી સ્વીકારીને.
  2. સરકારી, અર્ધસરકારી, સંસ્થાકીય કે વ્યક્તિગત સહાય કે દાન મેળવીને.
  3. સરકારી, અર્ધસરકારી, સંસ્થાકીય કે વ્યક્તિગત કર્જ કે લોન મેળવીને.
  4. જાહેર કાર્યક્રમો યોજીને.
૮. સભ્યપ: ઓછામાં ઓછી 18 વર્ષની ઉંમરના કિસાન વ્યવસાય સાથે જોડાયેલાં કોઇપણ સ્ત્રી કે પુરૂષ આ સંસ્થાના સભ્ય થઇ શકશે.કોઇપણ રાજકીય પક્ષના સભ્ય કે નાણાંની ઉચાપતમાં સંડોવાયા હોય તેઓ આ સંસ્થાની તાલુકા, જિલ્લા કે રાજ્યની કારોબારીમાં ઉમેદવારી કરી શક્શે નહીં અને જો કરેલ હશે અને પાછળથી એવું માલૂમ પડશે તો એવા કારોબારી સભ્ય આપોઆપ રદ થયેલા ગણાશે.જો કોઇ રાજકીય પક્ષના સભ્યએ આ સંઘની કારોબારીમાં ઉમેદવારી કરવી હોય તો જે તે પક્ષમાંથી રાજીનામું આપીને સંઘને લેખિતમાં જણાવવાનું રહેશે.આ સંસ્થાના સભ્યો નીચે મુજબના રહેશે.
  1. સામાન્ય સભ્ય : સામાન્ય સભ્ય થવા માટે એકસાથે ત્રિવાર્ષિક ફી રૂ।.10 (દસ) ભરવાની રહેશે.આ પ્રકારના સભ્યો સ્થાનિક કક્ષાની ચૂટણીમાં મતાધિકાર અને કારોબારીમાં ઊભા રહેવાનો અધિકાર ભોગવી શકશે.
  2. સક્રીય સભ્ય: જે વ્યક્તિ આ સંસ્થાનો સામાન્ય સભ્ય બનશે અને 50 (પચાસ) સામાન્ય સભ્યોની નોંધણી કરશે તે સક્રીય સભ્ય ગણાશે.આ પ્રકારના સભ્ય તાલુકા કક્ષાની ચૂટણીમાં મતાધિકાર અને કારોબારીમાં ઊભા રહેવાનો અધિકાર ભોગવી શકશે.
  3. આજીવન સભ્ય: જે સભ્ય એકસાથે આ સંસ્થાને રૂ।.11000 (અગિયાર હજાર) દાન કરશે તે આજીવન સભ્ય ગણાશે. આ પ્રકારના સભ્ય સ્થાનિક કક્ષા,તાલુકા કક્ષા અને જિલ્લા કક્ષા સુધીની ચૂટણીમાં મતાધિકાર અને કારોબારીમાં ઊભા રહેવાનો અધિકાર ભોગવી શકશે.આ પ્રકારના સભ્ય ઇચ્છે ત્યાં સુધી આ સંસ્થાના સભ્યપદે રહી શકશે.
  4. માનાર્હ સભ્યપદ : વખતો વખત રાજ્યની કારોબારી ગુજરાત રાજ્યના કોઇપણ વ્યક્તિ જે કિસાનોને માર્ગદર્શન આપવામાં સહાયક અને ઉપયોગી થઇ શકે તેમ હોય તેને રાજ્યની કારોબારીમાં માનાર્હ સભ્ય તરીકેની નિમણૂંક કરી શકશે.
૯. કારોબારી સમિતિઓ: કારોબારી સમિતિઓના સભ્યો નીચે મુજબ રહેશે.
  1. સ્થાનિક કે ગ્રામ્યકક્ષા: ગ્રામ્ય કે સ્થાનિક કક્ષાએ નોંધાયેલ તમામ પ્રકારના સભ્યોમાંથી 15 સભ્યોની કારોબારીની રચના કરવામાં આવશે.જેમાંથી એક પ્રમુખ, એક ઉપપ્રમુખ અને એક મંત્રીની નિમણૂંક કરવામાં આવશે.
  2. તાલુકા કક્ષા : જે તે તાલુકાના નોંધાયેલા સક્રીય સભ્યો અને આજીવન સભ્યોમાંથી 25 સભ્યોની કારોબારીની રચના કરવામાં આવશે.જેમાંથી એક અધ્યક્ષ, એક પ્રમુખ અને બે ઉપપ્રમુખો, એક મંત્રી અને એક સહમંત્રીની નિમણૂંક કરવામાં આવશે.
  3. જિલ્લા કક્ષા : જે તે જિલ્લામાં આવેલા તમામ તાલુકાઓની કારોબારીના સભ્યો તાલુકા કક્ષાના નોંધયેલા સભ્યોમાંથી તાલુકા દીઠ 3 (ત્રણ) સભ્યોનાં નામો જિલ્લાની કારોબારી માટે ઠરાવ કરીને મોકલશે. આ રીતે તમામ તાલુકાઓમાંથી જિલ્લા કરોબારી માટેનાં નામો આવ્યા બાદ જિલ્લાની કારોબારી દ્વારા પોતાના સભ્યોમાંથી એક અધ્યક્ષ, એક પ્રમુખ અને ત્રણ ઉપપ્રમુખો,એક સંગઠન મંત્રી, એક મહામંત્રી,એક મંત્રી અને એક સહમંત્રીની નિમણૂંક કરવામાં આવશે.
૧૦. રાજ્યકક્ષા: રાજ્યની કારોબારીની રચના નીચે મુજબ કરવામાં આવશે.
  1. રાજ્યની કારોબારી 99 (નવાણું) સભ્યોની રહેશે.જેમાં વધારાના 12 (બાર) માનાર્હ સભ્યો ઉમેરાતાં કુલ 111 (એકસો અગિયાર)  સભ્યોની કારોબારી બનશે.આ 111 (એકસો અગિયાર) સભ્યોમાં ઓછામાં ઓછા 1 (એક) સભ્ય અનુસૂચિત જાતિના, 1 (એક) સભ્ય અનુસુચિત જનજાતિના, 1 (એક) સભ્ય લઘુમતી જાતિના, 2 (બે) મહિલા અને 5 (પાંચ) બક્ષીપંચના સભ્યોનો સમાવેશ ફરજીયાતપણે કરવાનો રહેશે.
  2. રાજ્યની કારોબારીની રચના સર્વાનુમતે કરવાનો પ્રયત્ન કરવામાં આવશે.
  3. રાજ્યકક્ષાની કારોબારીમાં કિસાન સંઘના નોંધાયેલા તમામ સક્રીય સભ્યો ઉમેદવારી કરી શકશે.પરંતુ જો ચૂંટણી કરવાની થાય તો ફક્ત જિલ્લા કક્ષાના કારોબારીના સભ્યો જ મત આપી શકશે.જો ચૂંટણી કરતાં કોઇ ઉમેદવારો વચ્ચે સરખા વોટ પડે તો ચીઠ્ઠી નાંખીને નિર્ણય કરવામાં આવશે.જે તમામને બંધનકર્તા રહેશે.
  4. રાજ્યની કારોબારીના સભ્યો પોતાનામાંથી એક અધ્યક્ષ, એક પ્રમુખ, પાંચ ઉપપ્રમુખો, ત્રણ મહામંત્રી, ત્રણ મંત્રી, ત્રણ સહમંત્રી, ત્રણ સંગઠન મંત્રી, બે પ્રવક્તા અને એક કોષાધ્યક્ષની નિમણૂંક કરશે.
  5. રાજ્યની કારોબારી જરૂર જણાય તેવી વિવિધ સમિતિઓની નિમણૂંક કરી શકશે.
  6. રાજ્યની કારોબારી રાજ્યની કારોબારી માટે 12 (બાર) માનાર્હ સભ્યોની નિમણૂંક કરશે.
૧૧. કરોબારીના અધિકારો:
  1. રાજ્યની કારોબારીઓએ ગુર્જર કિસાન સંઘ ના હેતુઓ પાર પાડવામાં જરૂરી અને ઉપસ્થિત સઘળી બાબતોનો વહીવટ, કાબૂ અને દેખરેખ નિષ્ઠા અને પ્રામાણિકપણે નિભાવવાનાં રહેશે.આ માટે જરૂરી જણાય તો નવા નિયમો ઘડવાની સત્તા પણ રહેશે.જે તુર્તજ અમલમાં આવશે.આ નિયમોમાં કોઇ ફેરફાર કરવાનો અધિકાર સાધારણ સભાને રહેશે.
  2. રાજ્ય કે જિલ્લા કે તાલુકાની કારોબારીમાં કોઇ સભ્યની જગ્યા ખાલી પડે તો બાકીની મુદત માટે તે જગ્યા પૂરી લેવાની સત્તા જે તે કારોબારીને રહેશે.
  3. રાજ્યની કારોબારીને યોગ્ય લાગે એવાં આશયો માટે યોગ્ય વ્યક્તિઓ,સભાસદો કે ઇતરની યોગ્ય લાગે કે જરૂરી જણાય એવા અધિકાર સાથેની સમિતિઓ કે પેટા સમિતિઓ વખતો વખત નીમવાની સત્તા રહેશે.
  4. રાજ્યની કરોબારી કે હોદ્દેદારો જે કંઇ સૂચના કે જાણ કરે તેનો રાજ્યથી માંડીને સ્થાનિક કક્ષા સુધીની કારોબારીઓએ ફરજીયાતપણે અમલ કરવાનો રહેશે.આ જ પ્રમાણે જિલ્લાની કારોબારીની સૂચનાઓનો તમામ તાલુકાઓની કારોબારીઓએ અને તાલુકાની કારોબારીની સૂચનાનો અમલ ગ્રામ્યકક્ષાની તમામ કારોબારીઓએ ફરજીયાતપણે કરવાનો રહેશે.
  5. ગ્રામ્ય. તાલુકા તથા જિલ્લાની કારોબારીઓએ ગુર્જર કિસાન સંઘ ના હેતુઓ પાર પાડવામાં જરૂરી અને ઉપસ્થિત સઘળી બાબતોનો વહીવટ, કાબૂ અને દેખરેખ નિષ્ઠા અને પ્રામાણિકપણે નિભાવવાનાં રહેશે
  6. જિલ્લા કે તાલુકાઓની કોઇપણ પ્રકારની ચૂંટણી કરવાની થાય અને જો ચૂંટણી કરતાં કોઇ ઉમેદવારો વચ્ચે સરખા વોટ પડે તો ચીઠ્ઠી નાંખીને નિર્ણય કરવામાં આવશે.જે તમામને બંધનકર્તા રહેશે
  7. જિલ્લાઓ અને તાલુકાઓની કારોબારીઓની રચના સર્વાનુમતે કરવા પ્રયત્ન કરવામાં આવશે.તેમ છતાં જો ચૂંટણી કરવાની થાય તો તાલુકાની ચૂંટણી જિલ્લાના પ્રતિનિધિની દેખરેખ નીચે  અને જિલ્લાની ચૂટણી રાજ્યના પ્રતિનિધિની દેખરેખ નીચે સાદા બેલેટપત્રથી કરવાની રહેશે.જેની તમામ સૂચના વખતો વખત રાજ્ય સંઘ તરફથી આપવામાં આવશે.
  8. જિલ્લા કે તાલુકાઓમાં સંઘના વહીવટ બાબતે કોઇ ફરિયાદ,વિવાદ કે પ્રશ્ન ઉપસ્થિત થાય તો રાજ્યસંઘનો નિર્ણય આખરી ગણાશે.જેનો અસ્વિકાર કરનાર કોઇપણ સભ્ય ગેરલાયક ઠરશે.
૧૨. સામાન્ય સભાઓ,કરોબારી સભાઓ અને તેનાં કાર્યો:
  1. હિસાબી વર્ષ પૂરૂ થતાં ત્રણ માસની અંદર અથવા હિસાબ તપાસાઇને તૈયાર થઇ જાય તે પછી એક માસની અંદર  રાજ્યની સામાન્ય સભા બોલાવવામાં આવશે.જેને વાર્ષિક સામાન્ય સભા કહેવામાં આવશે.જે નીચે મુજબનાં કામો કરશે.(આ નિયમ જિલ્લા અને તાલુકાઓની દરેક કારોબારીને લાગુ પડશે.)
(અ‍) કારોબારી સભાએ રજુ કરેલો વર્ષનો અહેવાલ અને વર્ષનો હિસાબ મંજૂર કરશે. (આ નિયમ જિલ્લા અને તાલુકાઓની દરેક કારોબારીઓને લાગુ પડશે.)
(બ) રાજ્યની વાર્ષિક સામાન્ય સભા રાજ્યની કારોબારીની મુદત પૂરી થયા પછી આગામિ ત્રણ વર્ષ માટેની કારોબારીની ચૂટણી કરવા 5 સભ્યોની ચૂટણી સમિતિની રચના કરશે.જે રાજ્યની કારોબારીની ચૂંટણી કરવાની સમગ્ર પ્રક્રીયા હાથ ધરશે.
(ક) રાજ્યની કારોબારીએ ઘડેલા નવા નિયમોને બહાલ કરવા કે તેમાં ફેરાફાર કરવાની કે યોગ્ય જણાય તેવા કોઇ નવા નિયમો ઘડવાની કાર્યવાહી રાજ્યની વાર્ષિક સામાન્ય સભા કરશે.
(ડ) રાજ્યની કારોબારીની મુદત પૂર્ણ થાય તે પહેલાં જિલ્લા,તાલુકા અને ગ્રામ્યકક્ષાની કારોબારીની રચનાઓ સમયસર પૂર્ણ કરવાની જવાબદારી રાજ્ય સંઘની કારોબારીની રહેશે.
2. સભાનું કોરમ:
                                 અપૂર્ણ... ખેડૂત મિત્રો જોતા રહેશો...

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

અગત્યની પોસ્ટ વાંચો

ખેડૂતોને એક પત્ર

ગુર્જર કિસાન સંઘ બ્લોગ શરૂ કર્યા તારીખ

૧૮ મી જુલાઇ,૨૦૧૭ ને મંગળવાર

ગુર્જર કિસાન સંઘ ગુજરાતના ફ્લેગવાર મુલાકાતીઓ

Flag Counter